સેવ ખમણી આવી રીતે બનાવો, બહારની લારી જેવી સ્વાદીષ્ટ લાગશે

Jul 03, 2025, 09:26 PM

સેવ ખમણી નાસ્તો

સેવ ખમણી એક સ્વાદીષ્ટ નાસ્તો છે. લારીની સેવ ખમણીનો સ્વાદ સારો આવે છે.

ઘરે બનાવો

અમે અહીં એવી રીત બતાવી રહ્યા છીએ જે તમે ઘરે પણ ટેસ્ટી સેવ ખમણી બનાવી શકશો.

સેવ ખમણી સામગ્રી

પલાળેલી ચણાની દાળ, દાડમના દાણા, ઝીણી સેવ, કાજુ, મીઠું, હળદર, હીંગ, ઇનો, તેલ, પાણી, સાકર, રાઇ, આદુ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, લીંબુનો રસ, ધાણા.

સેવ ખમણી બનાવવાની રીત

પલાળેલી ચણા ની દાળને મિક્સરના જારમાં નાખી તેમાં પાણી ઉમેરી અધકચરું વાટી લો. આ પછી 1 કલાક ઢાંકીને રાખો. ત્યારબાદ વાટેલી દાળમાં મીઠું, હળદર, ઇનો અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 2

એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. એમાં વાટેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે થોડીવાર રાખો.

સ્ટેપ 3

વચ્ચે ત્રણ થી ચાર વાર એક-એક ચમચી પાણી નાખો. દસ મિનિટ પછી ચેક કરો કે મિશ્રણની ગોળી વળે છે. આ પછી ગેસ બંધ કરો. પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું ઠંડું થાય એટલે સાકર ઉમેરી મિક્સ કરો.

વઘાર માટે

હવે વઘાર માંટે તેલ ગરમ કરો. ગરમ તેલ માં કાજુ તળી એક પ્લેટમાં કાઢી લો. હવે તેલમાં રાઈ નાખો અને તે તતડે એટલે હિંગ, લીમડો અને આદુ મરચા ઉમેરી લઇ લો.

વઘારને ખમણ ના ભૂકામાં ઉમેરો. લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

ચટણી માટે

ચટણી માટે એક મિક્સરના જારમાં આદુ, મરચા, કોથમીર, મીઠું, સાકર, લીંબુ નો રસ અને 2 મોટી ચમચી ખમણ નો ભૂકો નાખી, પાણી ઉમેરી ચટણી વાટી લો.

સેવ ખમણી સર્વ કરો

હવે એક સર્વિંગ પ્લેટ માં ખમણનો વઘારેલો ભૂકો લો. તેના ઉપર સેવ, દાડમ, કાજુ અને કોથમીર નાખી ચટણી સાથે સર્વ કરો.