Sep 13, 2025

સેવ ટામેટાનું શાક આ રીતે ચટાકેદાર બનાવો, આંગળા ચાટી જશો

Ashish Goyal

સેવ ટામેટા શાક

હોટલ હોય કે ઢાબા, દરેક સ્થાન પર તમને સેવ ટામેટાનું શાક અવશ્ય જોવા મળશે.

Source: social-media

હોટલમાં ટેસ્ટી સ્વાદ

હોટલના સેવ ટામેટાના શાકનો ટેસ્ટ એકદમ ચટાકેદાર આવે છે. તમે ઘરે પણ આવું શાક બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

સેવ ટામેટા શાક સામગ્રી

ટામેટાં, સેવ, મીઠુ, રાઈ, તેલ, આદુ-લસણ ની ચટણી, ડુંગળી, જીરું, ગરમ મસાલા, હળદર, લીલુ મરચું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, ધાણા.

Source: social-media

સેવ ટામેટા શાક બનાવવાની રીત

સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાં ધોઈને ટુકડા કરી લો.

Source: social-media

સ્ટેપ 2

એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું નાખો. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં કાપેલી ડુંગળી નાખો અને તેને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

Source: social-media

સ્ટેપ 3

તેમાં આદું-લસણની પેસ્ટ અને કાપેલું લીલું મરચું નાખો અને થોડી સેકંડ માટે સાંતળો. તેમાં કાપેલા ટામેટાં નાખો અને એક મિનિટ માટે સાંતળો.

Source: social-media

સ્ટેપ 4

આ પછી તેમાં મીઠું અને હળદર નાખો. બરાબર મિક્સ કરો અને 2-3 મિનિટ માટે મધ્યમ આંચ પર પકાવો.

Source: social-media

સ્ટેપ 5

તેમાં થોડું પાણી નાખો અને બરાબર મિક્સ કરો. ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો. થોડીવાર ચમચાથી હલાવતા રહો.

Source: social-media

સ્ટેપ 6

તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલા પાઉડર, ધાણાજીરું અને સેવ નાખો. તેને બરાબર મિક્સ કરો અને થોડી મિનિટ પકાવો. આ રીતે સેવ ટામેટા શાક તૈયાર થઇ જશે.

Source: social-media

સર્વ કરો

સેવ ટામેટાંના શાકને બાઉલમાં કાઢો અને લીલા ધાણાથી સજાવો. તેને પરોઠા, રોટલી કે થેપલા ખાઇ શકો છો.

Source: social-media

Source: social-media