શાહી પનીર રેસીપી, આવી રીતે ઘરે બનાવો હોટલ જેવો આવશે ટેસ્ટ

Jul 14, 2025, 10:15 PM

શાહી પનીર શાક

શાહી પનીર રેસ્ટોરન્ટ કે ઢાબા પર ખાવાની મજા આવે છે. આ એક ફેમસ વાનગી છે.

ઘરે બનાવો

તમે ઘરે પણ આવું ટેસ્ટી શાક બનાવી શકો છો. તેને રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

શાહી પનીર સામગ્રી

પનીર, આદુ, લસણની કળી, ડુંગળી, ટામેટાં, ધાણા, કાજુ, લીલા મરચાં, કાશ્મીરી લાલ મરચું પાવડર,હળદર પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી, ખાંડ, મીઠું, તેલ, માખણ.

શાહી પનીર બનાવવાની રીત

શાહી પનીર બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો અને પછી તેમાં આદુ, લસણની કળી, સમારેલી ડુંગળી, કાજુ, લીલા મરચાં, બારીક સમારેલા ટામેટાં, તાજા ધાણાના પાન, કાશ્મીરી લાલ મરચું પાવડર અને પાણી ઉમેરો અને બધુ પકવા દો.

સ્ટેપ 2

15 મિનિટ પછી ચેક કરો કે ટામેટાં ઓગળી ગયા છે કે નહીં, ઓગળી ગયા હોય તો ગેસ બંધ કરો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં નાખો અને પીસી લો. આ ગ્રેવીને સારી રીતે ગાળી લો.

સ્ટેપ 3

ત્યારબાદ એક પેનમાં માખણ નાખો અને મિક્સ કર્યા પછી તેલ ઉમેરો. હવે કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, જીરું પાવડર અને ગ્રેવી ઉમેરો.

સ્ટેપ 4

સારી રીતે તળો અને પછી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી સારી રીતે રાંધો. ઘટ્ટ થયા પછી તેમાં ક્યુબ્સમાં કાપેલા પનીર ઉમેરો.

સર્વ કરો

પનીર ઉમેર્યા પછી, કસુરી મેથી, ગરમ મસાલો અને તાજું ક્રીમ ઉમેરો. આ રીતે તમારું શાહી પનીર તૈયાર થઇ જશે. તેને પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકો છો.