Sep 26, 2025
શરદ પુનમ નવરાત્રી પછી આવે છે. આસો સુદ પુનમને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે.
શરદ પુનમ પર ખીર ખાવાની પરંપરા છે. દૂધ, ચોખા અને સુકા મેવામાંથી બનેલી ખીર રાતે ચંદ્રના પ્રકાશમાં મુક્યા બાદ મોડી રાતે તે ખાવામાં આવે છે. અહીં શરદ પુનમ માટે સ્પેશિયલ ખીર બનાવવાની રેસીપી આપી છે.
દૂધ 1 લીટર, બાસમતી ચોખા 200 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, કેસરના 3- 4 તાંતણા, ડ્રાયફુટ્સના ટુકડા, એલચી પાઉડર 1 નાની ચમચી, ચારોળી 2 ચમચી
સૌ પ્રથમ એક ઉંડા વાસણમાં 1 લીટર નાંખો. દૂધ તાજું અને ફુલ ક્રિમ વાળું હશે તો ખીર બહુ સ્વાદિષ્ટ બને છે.
બાસમતી ચોખા 1 - 2 વખત બરાબર ધોઇ લો, પછી તેને દૂધ વાળા વાસણમાં નાંખી પકવવા દો. એકવાર ધ્યાનમાં રાખો ચોખા માત્ર દૂધમાં જ બાફવાના છે, તેમા પાણી ઉમેરવાનું નથી.
દૂધમાં ચોખા બરાબર બફાઇ જાય પછી તેમા ખાંડ ઉમેરો, તમે ઇચ્છો તો ચમચ વડે ચોખાને સહેજ ક્રશ પણ કરી શકો છો.
છેલ્લે કાજુ બદામ, સુકી દ્રાક્ષ, પિસ્તાના નાના નાના ટુકડા, 2 ચમચી ચારોળી, અને 1 ચમચી એલચી પાઉડર ઉમેરો
ખીરને સહેજ ઘટ્ટ થવા દો. ખીર બની જાય એટલે કે રાત્રે ચંદ્રના પ્રકાશમાં મૂકો. પછી મોડી રાત્રે પરિવાર અને મિત્રો સાથે ખીર ખાવાની મજા માણો.
શરદ પુનમની રાત્રે ખીર ખાવાનું ધાર્મિક મહત્વ છે. આ ખીર બનાવવા માટે ચોખાના બદલે બાસમતી ચોખાના પૌંઆ પણ વાપરી શકાય છે.