આ અભિનેત્રીને જોઇ કોઇ કહી ન શકે કે તે 50ની થઇ

Jun 10, 2025, 03:34 PM

શિલ્પા શેટ્ટી (shilpa shetty) એ 8 જૂને તેનો 50 મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, જેના ફોટોઝ એકટ્રેસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

એકટ્રેસ તેની ફેમિલી, ફ્રેન્ડ્સ સાથે બર્થ ડે સેલિબ્રેશન કર્યું છે, 50 ની ઉંમરની શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જે ડાયટ અને કસરત સાથે કોઈ સમાધાન કરતી નથી.

50 વર્ષની ઉંમરે પણ, અભિનેત્રી ફિટનેસની વાત આવે ત્યારે કડક પાલન કરે છે. શું તમને ખબર છે અભિનેત્રીનું ફિટનેસ સિક્રેટ? અહીં જાણો

ખાલી પેટ ગરમ પાણી

એકટ્રેસ દિવસની શરૂઆતમાં દોઢ ગ્લાસ ગરમ પાણીથી થાય છે. ત્યારબાદ નોની જ્યુસના ચાર ટીપાં પીઉં છું. જે ઉર્જા આપે છે.

શિલ્પા શેટ્ટી ફિટનેસ સિક્રેટ

ત્યારબાદ એક ચમચી નારિયેળ તેલથી કોગળા કરે છે. આ એક આયુર્વેદિક પદ્ધતિ છે.

શિલ્પા શેટ્ટી બ્રેકફાસ્ટ

સિમ્પલ નાસ્તો કરે છે જે ઝડપી બની જાય, વધારે બ્રેડ ખાતી નથી, ફળોમાંથી જરૂરી ફાઇબર મળે છે. મુસલીમાં સફરજનના ટુકડા, કેરી અને બદામનું દૂધ ઉમેરું છું. આ મારો પ્રિય નાસ્તો છે. ઈંડા ખાવા ગમે છે

શિલ્પા શેટ્ટી લંચ

બપોરના ભોજનમાં ઘી એક મુખ્ય વસ્તુ છે. કેળા જેવા ઉચ્ચ કાર્બ ફળો પણ સારા છે. આહારમાં કેટલાક બ્રાઉન રાઇસ લે છે.

શિલ્પા શેટ્ટી નાસ્તો

ડાયેટિંગનો શોખ નથી, સ્વસ્થ આહારનું પાલન કરે છે, ક્યારેક, સાંજે સૂપ, ઈંડા અથવા ડ્રાયફ્રૂટ્સનો નાસ્તો કરીને કાર્બોહાઇડ્રેટનું સેવન મર્યાદિત કરે છે

શિલ્પા શેટ્ટી ડિનર

સાંજે 7.30 વાગ્યા પહેલા ડિનર કરે છે. ભલે તે પાર્ટીમાં હાજરી આપે પણ 7.30 વાગ્યા પહેલા જમી લે છે.

રોટલી બનાવતા પહેલા લોટમાં આ વસ્તુ ઉમેરો, કબજિયાતમાં થશે રાહત