3-4 બાફેલા બટાકા અથવા શક્કરીયા, 1-2 ચમચી ઘી, સ્વાદ અનુસાર રોક સોલ્ટ,1/2 ટીસ્પૂન જીરું
1 લીંબુ, 1 ચમચી મગફળી 1 મુઠી સમારેલી કોથમીર, રોક સોલ્ટ
લીલી ચટણી, ગોળ આમલીની ચટણી, દહીં, દાડમના દાણા શેકેલા મખાના અને મગફળી
સૌ પ્રથમ બટાકા અથવા શક્કરિયાને બાફી લો અથવા એર ફ્રાય કરી લો, બાફીને સમારીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, જેમાં 1-2 ચમચી ઘી ઉમેરો.
રોક સોલ્ટ અને જીરું ઉમેરો હવે સારી રીતે મિક્સ કરો અને બધા ટુકડાને એર ફ્રાયર ટ્રેમાં લો. આ મિક્ષરને 180⁰ પર 20 મિનિટ માટે એર ફ્રાય કરો.
હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 1 ચમચી મગફળી લો, 1 ટીસ્પૂન જીરું, લીલા મરચા, 1 મુઠ્ઠી કોથમીર, 1 લીંબુનો રસ અને સેંધા નમક ઉમેરો અને બ્લેન્ડ કરી લો.
આ તૈયાર ચટણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરો, એર ફ્રાઈડ બટાકાને સર્વિંગ પ્લેટમાં લો, દહીં, ગોળ આમલીની ચટણી, લીલી ચટણી, શેકેલા મખાના અને મગફળી, દાડમના દાણા, રોક સોલ્ટ અને શેકેલું જીરું ઉમેરો. હવે આ હેલ્થી અને સ્વાદિષ્ટ ફરાળી પોટેટો ચાટને સર્વ કરો.