Aug 03, 2025
શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો ઉપવાસ કરે છે. અને ભગવાન શિવને પ્રશન કરે છે.
શ્રાવણ માસમાં લોકો ઉપવાસમાં ખાવા માટે અલગ અલગ વાનગીઓ બનાવે છે.
તો તમે શ્રાવણમાં ખવાય એવા ચુરમા લાડુ ઘરે બનાવી શકો છો. તો નોંધી લો રેસીપી
બે વાટકી રાજગરો, વાટકી મગફળીના દાણા, વાટકી સામો, ઘી, દૂધ, ગોળ, ઈલાયચી, દૂધ
સૌ પહેલા એક મીક્સર જારમાં બે વાટકી રાજગરો, વાટકી મગફળીના દાણા અને એક વાટકી સામો લઈને સારી રીતે ગ્રાઈન્ટ કરો.
મીક્સરમાં જરૂર પ્રમાણે દૂધ નાંખીને કઠણ લોટ બાંધીશું. અને તેના મુઠિયા બનાવીશું.
મુઠિયાને કઢાઈમાં ઘી લઈને ગોલ્ડન થાય ત્યાં સુધી તળીશું. અને મુઠિયા તળાય ત્યારે મીક્સર જારમાં નાંખીને ગ્રાઈન્ડ કરીશું.
ગ્રાઈન્ડ કરેલા મીક્સરમાં ઈલાયચી પાઉન્ડર અને છીણેલો ગોળ નાંખીને સારી રીતે મીક્સ કરીને ગોળ ગોળ લાડુ બનાવીશું.