Aug 06, 2025

ઉપવાસને વધારે ટેસ્ટી ટચ આપો, બનવો સાબુદાણાની આ મજેદાર ડિશ

Ankit Patel

સાબુદાણાનું નામ સાંભળતા જ સૌથી પહેલા મનમાં ઉપવાસ જ આવે છે, પરંતુ શું તમે જાણો છો કે સાબુદાણા મસાલેદાર અને સ્વાદિષ્ટ સ્વરૂપમાં પણ બનાવી શકાય છે?

Source: social-media

મસાલા સાબુદાણા એક એવી રેસીપી છે જે હળવી, ઝડપી અને સ્વસ્થ છે. ઉપવાસ ઉપરાંત તમે તેને સામાન્ય દિવસોમાં પણ રાત્રિભોજન તરીકે બનાવી શકો છો.

Source: social-media

સામગ્રી

સાબુદાણા - 1 કપ 4 થી 5 કલાક માટે પલાળેલા, મધ્યમ કદનું બાફેલું બટાકું છીણેલું, મગફળી 2 ચમચી શેકેલા અને બરછટ પીસેલા, લીલા મરચાં - 2 ઝીણા સમારેલા.

Source: social-media

સામગ્રી

6થી 8 મીઠા લિંમડાના પાન, જીરું, હળદળ, 1 ચમચી લીંબુનો રસ, લીલા ધાણા ઝીણા સમારેલા,સિંધવ મીટું, ઘી અથવા તેલ 1-2 ચમચી,

Source: social-media

સાબુદાણા પલાળવા

સૌપ્રથમ, સાબુદાણાને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો. ધ્યાનમાં રાખો કે પાણી સાબુદાણાને પલાળી શકે તેટલું જ હોવું જોઈએ પણ તેમાં તરતું ન હોવું જોઈએ.

Source: social-media

બાફેલા બટાકા, સિંગદાણા ઉમેરવા

જ્યારે સાબુદાણા ફૂલી જાય અને નરમ થઈ જાય, ત્યારે તેને ચાળણીમાં નાખો અને વધારાનું પાણી કાઢી લો. આ પછી, બાફેલા બટાકા, મગફળી અને મીઠું ઉમેરો અને ધીમેથી મિક્સ કરો.

Source: social-media

વઘાર કરવો

હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો, પછી લીલા મરચાં, કઢી પત્તા અને હળદર ઉમેરો અને થોડીવાર માટે સાંતળો.

Source: social-media

5-7 મિનિટ રાંધો

હવે તેમાં સાબુદાણાનું મિશ્રણ ઉમેરો અને મધ્યમ તાપ પર 5 થી 7 મિનિટ સુધી રાંધો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી સાબુદાણા ચોંટી ન જાય.

Source: social-media

લીંબુનો રસ ઉમેરો

જ્યારે સાબુદાણા પારદર્શક બને અને બધું બરાબર મિક્સ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને ઉપર લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરો.

Source: social-media

મસાલા સાબુદાણા તૈયાર

જો તમે ઇચ્છો તો, તમે તેને દહીં અથવા નારિયેળની ચટણી સાથે પણ પીરસી શકો છો.

Source: social-media

Source: social-media