Sabudana Ladoo Recipe : વ્રતમાં કંઈક સ્વીટ ખાવું છે તો બનાવો સાબુદાણાના ટેસ્ટી લાડુ, જાણો સરળ રેસીપી

Aug 06, 2024, 01:45 PM

સામગ્રી

2 ચમચી ઘી, 1 કપ સીંગ,1 કપ સાબુદાણા, 1 કપ સૂકું નાળિયર, 1 કપ ગોળ,

સાબુદાણા લાડુ રેસીપી

સૌપ્રથમ એક મોટા પેનમાં સાબુદાણા સારી રીતે શેકી લો. એક મોટું પેન ગરમ કરો એમાં સીંગ શેકી લો, હવે એજ રીતે સૂકું કોપરું ગરમ પેનમાં સારી રીતે શેકી લો.

સાબુદાણા લાડુ રેસીપી

શેકેલા સાબુદાણા અને સીંગદાણા ઠંડા થાય એટલે તેને મિક્ષર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરીને પાઉડર તૈયાર કરો.

સાબુદાણા લાડુ રેસીપી

હવે એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરો, એમાં સાબુદાણાનો પાઉડર સારી રીતે શેકી લો, હવે કપૂરના છીણમાં તે પાઉડર મિક્ષ કરો.

સાબુદાણા લાડુ રેસીપી

હવે એમાં ગોળનો પાઉડર નાખો અને પ્રોપર મિક્ષ કરીને ફરી મિક્ષર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. થઇ જાય એટલે મોટા પાત્રમાં કાઢો.

સાબુદાણા લાડુ

મિશ્રણ માંથી મીડીયમ સાઈઝના પ્રોપર લાડુ તૈયાર કરો, ફરાળી સાબુદાણાના લાડુ શ્રાવણના ઉપવાસમાં સર્વ કરો.

Farali Handvo Recipe : ફરાળી હાંડવો બનાવવાની સરળ રીત, સાત્વિક અને સ્વાદથી ભરપૂર, જાણો રેસીપી