AC Side Effects : એસીમાં ઊંઘનાર સાવધાન, શરીરમાં આ સમસ્યા થવાનું જોખમ

Jun 19, 2024, 08:57 PM

એસી ઉનાળામાં ગરમીમાં રાહત આપે છે. પરંતુ બહુ ઓછો લોકો જાણે છે કે એર કન્ડિશનરમાં સુવાથી ઘણી હેલ્થ પ્રોબ્લમ થઇ શકે છે.

એસીની હવા થી આપણી સ્કીન થી લઇ માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. ચાલો જાણીયે એસીમાં સુવાથી કઇ કઇ શારીરિક સમસ્યા થઇ શકે છે.

લાંબા સમય સુધી એસીની હવામાં બેસી રહેવાથી વધારે તરસ લાગે છે, જેના કારણે શરીરમાં પાણીની અછત સર્જાઇ શકે છે. પાણીની અછત થતા ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.

એસીની હવામાં લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે છે. પરિણામે સ્કીન ડ્રાય થઇ જાય છે. ચહેરા પર કરચલી અને ફાઇન લાઇન્સ દેખાવા લાગે છે.

એર કન્ડિશનરમાં વધારે સમય સુધી સુવાથી શરીર અને સાંધામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.

એસીની હવાની અસર મગજની કોશિકાઓ પર પણ થાય છે, પરિણામે કોષો સંકોચાઇ જાય છે. આવી સ્થિતિમાં માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થવાનું જોખમ રહે છે.

આટલું જ નહીં વધારે સમય સુધી એસીમાં રહેવાથી અસ્થમા અને એલર્જી જેવી શ્વસન સંબંધિત હેલ્થ પ્રોબ્લમ પણ થઇ શકે છે.

એસીની હવામાં લાંબા સમય સુધી રહેવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આથી ઝડપથી બીમારી અને વાયરલ ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે.