Recipe Tips : નાસ્તમાં ચા સાથે સિંધી કોકી લાગે છે મજેદાર, જાણો રેસીપી

Jun 09, 2024, 05:44 PM

નાસ્તો

સવારે રોજ રોજ નાસ્તમાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપી બની જાય એવા ઓપ્શન પસંદ કરીયે છીએ, સિંધી કોકી માત્ર 7-10 મિનિટમાં તૈયાર થઇ જાય છે.

સામગ્રી

2 કપ ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, લોટ બાંધવા માટે પાણી, 3-4 સમારેલ લીલા મરચા, 2 સમારેલી ડુંગળી, 1/2 હળદર પાઉડર, 1/2 લાલ મરચું પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર અને કોથમીર, જરૂર મુજબ તેલ

મેથડ

સૌ પ્રથમ એક બાઉલમાં મીઠું અને જરૂર મુજબ પાણી અને લોટ નાખો તેમાં ઉપર જણાવેલ બધી સામગ્રી ઉમેરો.

સિંધી કોકી બનાવની રીત

હવે સારી રીતે લોટ બાંધી કણક તૈયાર કરો અને તેલનો મોણ આપી કણકને થોડી વાર રેસ્ટ આપો.

સિંધી કોકી બનાવની રીત

હવે કણક માંથી થોડો લોટ લઇ તેણે ગોળ વણી લો, હવે તેવી ગરમ કરો અને કોકી નાખો તેમાં થોડું નાખો અને બન્ને સાઈડ ગોલ્ડન થવા દો

સર્વિંગ

આ રીતે બધી સિંઘી કોકી તૈયાર કરો અને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

Barfi Recipe : શિલ્પા શેટ્ટીની પ્રિય બેસન બરફી, સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો રેસીપી