Jan 07, 2025

શિયાળામાં બનાવો ટેસ્ટી સિંગ ભજીયાનું શાક, જાણો રેસીપી

Ashish Goyal

સિંગ ભજીયાનું શાક ઘણું ટેસ્ટી હોય છે અને ખાવામાં એકદમ અલગ મજા આવે છે. અહીં સિંગ ભજિયાના શાકની રેસીપી વિશે જણાવી રહ્યા છીએ.

Source: social-media

સિંગ ભજિયા શાકની સામગ્રી

1 પેકેટ સિંગ ભજીયાનું, 2 નંગ કટ કરેલી ડુંગળી, 1 નંગ કટ કરેલા ટામેટાં, 4 નંગ લસણની કરી, 2 નંગ લીલા મરચા કટ કરેલા, 1 નાનો ટુકડો આદુનો.

Source: social-media

રતલામી સેવ, 3 ચપચી તેલ, જીરુ, હિંગ, રાઇ, મરચું પાઉડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું.

Source: social-media

સિંગ ભજિયાનું શાક કેવી રીતે બનાવવું

મિક્સરમાં ડુંગળી, ટામેટાં, લસણ, લીલા મરચાં અને આદુ બધું ક્રશ કરી લેવું

Source: social-media

એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં ડુંગળી, ટામેટા વાળી પેસ્ટ એડ કરો. આ પછી રાઇ, જીરું, હિંગ,સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું બધુ બરાબર હલાવી લેવું અને પછી બે મિનિટ ઢાંકી દેવું.

Source: social-media

બે મિનિટ પછી પાછું હલાવી લેવું પછી તેમાં ખાંડેલા સિંગ ભજીયા એડ કરવા તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દેવું.

Source: social-media

આ પછી સિંગ ભજિયાનું ટેસ્ટી શાક તૈયાર થઇ જશે. જેને તમે રોટલી સાથે ખાઇ શકો છો.

Source: social-media