શિયાળામાં તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં ડીપ મોઇશ્ચરાઇઝરનો સમાવેશ કરો. સ્નાન કર્યા પછી તરત જ મોઈશ્ચરાઈઝર લગાવો
શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સારું લાગે છે, પરંતુ તે ત્વચામાંથી ભેજ દૂર કરી શકે છે. તેના બદલે, હુંફાળા પાણીનો ઉપયોગ કરો અને લાંબા સમય સુધી નહાવાનું ટાળો.
નાળિયેર તેલ, બદામ તેલ અથવા ઓલિવ તેલ શિયાળામાં ત્વચાને હાઇડ્રેટ કરવાની શ્રેષ્ઠ રીત છે. રાત્રે સૂતા પહેલા આ તેલને થોડું ગરમ કરીને ત્વચા પર માલિશ કરો.