ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
ડર્મેટોલોજિસ્ટ ડૉ. આંચલ પંથના જણાવ્યા અનુસાર, બદલાતી સીઝનમાં ડ્રાય સ્કિન ખૂબ જ પરેશાન કરે છે.
એક્સપર્ટે કેટલીક સામગ્રીની મદદથી ડ્રાય સ્કિનની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે કેટલીક ટીપ્સ સૂચવી.
યુરિયા: યુરિયા એ સ્કિન માટે નેચરલ મોઇશ્ચરાઇઝિંગ પરિબળનો એક ભાગ છે. તે શરીરમાં સંશ્લેષણ થાય છે અને ત્વચામાં જોવા મળે છે.
તમારી સ્કિનને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવી મહત્વપૂર્ણ છે. જો તમે ડ્રાય સ્કિન, તિરાડની હીલ્સ, સોરાયસીસ અથવા ખરજવું જેવી સમસ્યાથી પરેશાન છો તો યુરિયાવાળી ક્રીમ ખરેખર મદદ કરી શકે છે.
સિરામાઈડ્સ: સિરામાઈડ્સ લિપિડ્સ અથવા ફેટ છે જે સ્કિનના અવરોધને જાળવવામાં મદદ કરે છે.
સિરામાઈડ્સ સ્કિનના ઉપલા સ્તરમાંથી પાણીની ખોટ ઘટાડે છે. તે ડ્રાયનેસ અને ખંજવાળ ઘટાડવાની સાથે સ્કિનને સોફ્ટ બનાવે છે.