Health tips: શું તમે પણ અનિદ્રાથી પરેશાન છો? તો જાણો આ ટિપ્સ
Jan 17, 2023
shivani chauhan
હ્યુમન ઍડ્જના ફાઉન્ડર અને સીઈઓ,ડોક્ટર માર્ક્સ રાનેયએ અનિદ્રા માટે ટિપ્સ આપી છે જે તમે ફૉલો કરશો તો અનિદ્રાની સમસ્યાથી હંમેશા માટે છુટકારો મળશે.
તમે જે રૂમમાં સુવો છો એ રૂમનું એન્વારોમેન્ટ કમ્ફર્ટેબલ હોવું જરૂરી છે. રૂમનું ટેમ્પરેચર 18 ડિગ્રી આસપાસ હોવું જોઈએ,સૂતી વખતે આપણી બોડીનું તાપમાન ઘટે છે. તેથી ઠંડો રૂમ તમને સૂતી વખતે કમ્ફર્ટેબલ ફીલ કરાવશે.
એક્સપર્ટ કહે છે કે,મોબાઈલ ફોન, લેપટોપ્સ, tv ની બ્લ્યુ લાઈટ સર્કેડિયન રિધમને ખલેલ પહોંચાડે છે. તેથી સુવાના 1 કલાક પહેલા ફોન યુઝ કરવો જોઈએ નહિ.
એક્સપેર્ટે ઉમેર્યું કે, સુતા પહેલા કોઈ સ્પેસિકિક રૂટિન ફૉલો કરો, અને સુવાનો ચોક્કસ સમય નક્કી કરો, અને તે સમય દરમિયાન સુવાની ટેવ પાડો. સુતા પહેલા બ્રશ કરવું, થોડું વૉક કરવું, રીડિંગ કરવું, વગેરે જેવી નાની બાબતો તમને મદદરૂપ થઇ શકે છે.
ડોકટર માર્ક્સ અનુસાર,સુવાના 3 કલાક પહેલા ડીનર કરી લેવું ખુબજ જરૂરી છે, કારણ કે, તે તેમને ગેસ, અપચો જેવી તકલીફોથી બચાવે છે.
ડોક્ટર અનુસાર, રાત્રે સૂતી વખતે આલ્કોહોલ અને કેફીનનું સેવન કરવાનું ટાળો.
સાંજના સમયે વર્ક આઉટ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે, એડ્રેનાલિન રશ તમારી સ્લીપિંગ પેટર્નને ડિસ્ટર્બ કરશે, તેથી વર્ક ઓઉટનો સમય સવારનો રાખવો, જેથી તમે આખો દિવસ એનર્જેટિક ફીલ કરો.