ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો દહીં સાથે અલગ અલગ વસ્તુઓ મીક્સ કરીને રાયતું બનાવી ખાતા હોય છે.
કાકડી રાયતું હોય કે પછી બુંદીનું રાયતું ઉનાળામાં અલગ અલગ રાયતા ખાવામાં આવે છે.
જો તમે રાયતાના ટેસ્ટને બમણો કરવા માંગો છો તો તમારે એક ટ્રીક જરૂર અપવાવવી જોઈએ.
રાયતાને સ્મોકી ફ્લેવર આપવા માટે તડકો લગાવવાનો છે અને જેનાથી રાયતું ડબલ ટેસ્ટી બની જશે.
કોઈપણ રાયતું, રાઈ, હીંગ, જીરા, મીઠા લિંમડાના પાન, માટીનું ફ્રેશ કોડીયું, તેલ કે ઘી
તમારે જે રાયતામાં સ્મોકી તડકો લગાવવો હોય તે રાયતાને એક મોટા બાઉલમાં કાઢીને રાખો.
ત્યારબાદ માટીના કોડિયાને ગેસ ફ્લેમ પર મુકો અને તેને એકદમ ગરમ થવા દો.
હવે તેમાં તેલ કે ઘી નાંખો, જો ઘીનો ઉપયોગ કરશો તો સ્મોકી ફ્લેવરમાં ચાર ચાંદ લાગી જશે.
તેમાં રાઈ, જીરું અને હીંગ નાખો અને તતડાવા દો ત્યાર બાદ સહેજ ભીના એવા મીઠા લીમડાના પાન નાખો.
આમ કોડિયામાં ફ્લેમ પકડાશે અને તરત જ સાણસી વડે આ કોડિયાને રાયતામાં ડૂબાડી તરત થોડી વાર માટે ઢાંકી દો.
આમ માટીના કોડિયાની સુગંધ અને તડકાનો સ્વાદ ભેગો મળીને રાયતાનો ટેસ્ટ બમણો કરશે.