Snacks Recipe : વરસાદી મોસમમાં નાસ્તામાં ગરમા ગરમ બ્રેડ પકોડાની મજા માણો, જાણો રેસીપી

Jun 19, 2024, 05:36 PM

રાજ્યમાં ચોમાસાએ આગમન કર્યું છે, ત્યારે આવા વરસાદી માહોલમાં બહાર નહિ પરંતુ ઘરે નાસ્તમાં બનાવો બ્રેડ પકોડા, જાણો સરળ રીત

સામગ્રી

1/2 ચણનો લોટ, 1/2 ચમચી અજમો, બાફેલા બટાકાનું સ્ટફિંગ, 1/2 હળદર, 1/2 હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને 1/2 લાલ મરચું, જરૂર મુજબ બ્રેડ અને તળવા માટે તેલ

બાફેલા બટાકા

બાફેલા બટાકાની છાલ કાઢીને મેશ કરો તેમાં મીઠું, હળદર અને હિંગ નાખી સ્ટફિંગ તૈયાર કરો.

બેટર માટે

એક બાઉલમાં ચણાનો લોટ, જરૂર મુજબ પાણી, અજમો, હિંગ, હળદર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બેટર રેડી કરો.

બ્રેડ પકોડા રેસીપી

હવે બ્રેડને તમારી ચોઈસ મુજબ કટ કરીને તેમાં બાફેલા બટાકાનું તૈયાર સ્ટફિંગ કરો.

બ્રેડ પકોડા રેસીપી

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, બેટરમાં બ્રેડને બોળો જેથી ચણાનો લોટ પ્રોપર બ્રેડ પર ચોંટે, અને કડાઈ ગરમ થાય એટલે બધા બ્રેડ પકોડા તૈયાર કરી લો.

સર્વિંગ

બધા બ્રેડ પકોડા બન્ને સાઈડ સારી રીતે કુક થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમા ગરમ બ્રેડ પકોડા ચટણી સાથે સર્વ કરો.

રીંગણ રાયતા રેસીપી