ચા સાથે નાસ્તામાં ક્રંચ માટે એર ફ્રાયરમાં બેક કરેલ પિસ્તા ચોકલેટ કૂકીઝ પરફેક્ટ છે. બાળકો અને મોટા બધાને ભાવશે આ કૂકીઝ, જાણો કૂકીઝની ખાસ રેસીપી
80 ગ્રામ માખણ, 130 ગ્રામ બ્રાઉન સુગર, 40 મિલી દૂધ, 200 ગ્રામ લોટ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા,100 ગ્રામ શેકેલા પિસ્તા અને 3/4 કપ ચોકલેટ
એર ફ્રાયરને સૂચનાઓ અનુસાર પહેલા પ્રિ હિટ કરો. એક બાઉલમાં માખણ અને બ્રાઉન સુગર ઉમેરો અને દૂધ ઉમેરો ત્યારબાદ એકસાથે મિક્ષ કરો.
ચાળેલા લોટ, બેકિંગ પાવડર અને ખાવાનો સોડા ઉમેરો અને કૂકીઝ માટે ઘટ્ટ બેટર તૈયાર કરો.
પિસ્તા અને ચોકલેટ ઉમેરો અને ફરીથી ફોલ્ડ કરો.બેટરને સ્કૂપ કરો, તેને એર ફ્રાયર ટ્રેમાં મૂકો અને 160 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ માટે બેક કરો. તેને રેક પર ઠંડુ થવા દો.
હવે તૈયાર કૂકીઝને ચા સાથે સર્વ કરો. તમે કૂકીઝ બનાવવા ઓવન અથવા એરફ્રાયરનો ઉપયોગ કરી શકો છો.