પલાળેલી મગફળીના આટલા છે સ્વાસ્થ્ય લાભ

Dec 30, 2022, 02:49 PM

પલાળેલી મગફળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી શરીરની પાચન ક્રિયા સુધારે છે અને મેટાબોલિઝ્મ વધારે છે.

પલાળેલી મગફળીના સેવનથી બ્લડ સર્ક્યુલેશન, હૃદય સંબંધી બીમારીઓ જેમકે હાર્ટ અટેકથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે.

પલાળેલી મગફળી એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મ ધરાવે છે તેથી તેનું સેવન કરવાથી કેન્સર સેલનો વિકાસ થતો અટકાવામાં મદદ કરે છે.

પલાળેલી મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોવાથી તે બોડી બિલ્ડીંગ માટે ફાયદાકારક સાબિત થાય છે.

જો તમે બેક પેઈનની સમસ્યાથી પરેશાન છો તો પલાળેલી મગફળીનું સેવન ગોળ સાથે કરવાથી બેક પેઈનમાં રાહત આપે છે.

આ મગફળીમાં આયર્ન, મેન્ગેનીઝ, પોટેશિયમ, કોપર, કેલ્શિયમ અને સેલેનિયમથી ભરપૂર છે તેથી સેવન કરવાથી એસીડીટી અને ગેસ જેવી તકલીફમાંથી જલ્દી છુટકારો મળે છે.

મગફળીમાં ઓમેગા 3 ફેટી એસિડ છે જે સ્કિન માટે ફાયદાકારક છે.  આ ઉપરાંત સવારે પલાળેલી મગફળીનું સેવન આંખ માટે અને યાદશક્તિ માટે પણ ખુબજ લાભદાયી છે.