Sojino Shiro Recipe : ખાંડ નહિ આ આ રીતે ગોળમાં બનાવો સોજીનો શિરો, જાણો બનાવની સરળ રીત

Aug 14, 2024, 04:11 PM

તહેવારોની સીઝન નજીક છે, ગુજરાતી તહેવારો મીઠાઈ વગર અધૂરા છે, અહીં ટેસ્ટી અને હેલ્ધી એવા સોજીના શીરાની રેસીપી શેર કરી છે, જે સરળ છે અને ઝડપી બની જશે

સામગ્રી

1/2 કપ સોજી, 1 કપ દૂધ, 1/2 કપ ઘી, 1/4 કપ ગોળ, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, 1 ચમચી ડ્રાયફ્રૂટ્સ

સોજીનો શિરો રેસીપી

સૌ પ્રથમ સોજીને એક બાઉલમાં કાઢી એમાં દૂધ નાખી 1 થોડી વાર મૂકી રાખો. હવે એક મોટી કડાઈમાં ઘી ગરમ કરો.

સોજીનો શિરો રેસીપી

હવે થોડી વાર ઘી ગરમ કર્યા બાદ એમાં ગોળ નાખો, મિશ્રણને સતત હલાવતા રહો અને એકદમ પીગળી જાય પછી એમાં સોજી અને દૂધનું મિશ્રણ એડ કરો.

સોજીનો શિરો રેસીપી

સોજીનું મિશ્રણ એડ કર્યા બાદ તેને ધીમા તાપે કુક થવા દો, અને સતત મિક્ષ કરતા રહો, એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખો અને સારી રીતે મિક્ષ કરો.

સોજીનો શિરો રેસીપી

ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર નાખીને સોજીના શીરાને સારી રીતે મિક્ષ કરો. ગરમ ગરમ શિરો સર્વ કરો.

Farali chikki Recipe : શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી ચીક્કી બનાવવાની સરળ રીત. રાજગરા માંથી ફરાળી ચીક્કી સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી ચીક્કી બનાવવો ખૂબ જ સરળ છે. જાણો ફરાળી ચીક્કી રેસિપી