પ્રસાદમાં આપવામાં આવતો શીરો એકદમ ટેસ્ટી હોય છે. જે બધાને ખૂબ ભાવે છે.
તમે ઘરે પણ આ રીતે બનાવી શકો છો. અહીં શીરાની રેસીપી જણાવી રહ્યા છીએ.
સોજી (રવો), ઘી, ખાંડ, પાણી, બદામ, કાજુ, એલાઇચીનો પાઉડર.
એક તપેલીમાં પાણી લો અને મધ્યમ આંચ પર થોડીવાર ઉકળવા મુકો. ગેસને બંધ કરી દો અને ગરમ પાણીને એક બાજુ રાખો.
આ પછી એક કડાઈમાં ઘી અને સોજી નાખો અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. ગરમ થયા પછી ઘી પીગળવા લાગશે. સોજી અને ઘી ને ચમચાથી બરાબર મિક્સ કરો.
મિશ્રણને મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગનું થાય ત્યાં સુધી ચમચાથી હલાવીને શેકો. આ પછી ધીમે ધીમે ગરમ પાણી નાખો અને સતત ચમચાથી હલાવતા રહો.
તેને ચમચાથી સારી રીતે હલાવતા રહો તેથી એકપણ ગાંઠ ન રહે. આંચને મધ્યમ કરો અને બધુ પાણી સુકાઈ જાય ત્યાં સુધી ચમચાથી હલાવતા રહો. તેમાં ખાંડ અને એલચી પાઉડર નાખો.
ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો. થોડા કાજુ અને બદામ ઉપર નાખવા માટે રાખો અને બાકીના તેમાં નાખી દો.
આ પછી તેને બરાબર મિક્સ કરો અને ગેસને બંધ કરી દો. આ રીતે તમારો ટેસ્ટી સોજીનો શીરો પીરસવા માટે તૈયાર છે.