Jul 01, 2025

સોજી અપ્પમ રેસીપી, વરસાદની સિઝનમાં કરો ટ્રાય

Ashish Goyal

અપ્પમ રેસીપી

અપ્પમ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. તેનો સ્વાદ ઘણો જ ટેસ્ટી આવે છે.

Source: social-media

ઘરે બનાવો

વરસાદના ઠંડક ભર્યા વાતાવરણમાં ટેસ્ટી અપ્પમ ઘરે બનાવો. અહીં અપ્પમ બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

સોજી અપ્પમ સામગ્રી

રવો (સોજી), દહીં, રાઇ, બાફેલા મકાઈના દાણા, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ગાજર, ટામેટા. લીલા મરચા સમારેલા, હળદર, કેપ્સીકમ, કોબી, ડુંગળી, કોથમીર, ચીલી ફ્લેક્સ, ખાવાના સોડા, મીઠું, તેલ.

Source: social-media

અપ્પમ બનાવવાની રીત, સ્ટેપ 1

રવાને બરાબર સાફ કરી દો અને થોડુંક પાણી નાખી 2 કલાક માટે પલાળી મૂકો. આ પછી રવો બરાબર ફૂલી જશે. જો જરૂર પડે તો તેમાં બીજું પાણી ઉમેરો અને થોડુંક ઢીલું કરો.

Source: social-media

સ્ટેપ 2

ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ,બાફેલા મકાઈના દાણા, ચીલી ફ્લેક્સ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ગાજર, ટામેટા, લીલા મરચા, હળદર, સોડા, ડુંગળી, કોથમીર અને મીઠું નાખો.

Source: social-media

સ્ટેપ 3

આ બધાને બરોબર મિક્સ કરો. આ રીતે અપ્પમનું ખીરું તૈયાર થઇ જશે.

Source: social-media

સ્ટેપ 4

હવે અપ્પમ માટે એક વાસણ આવે છે તેને સહેજ ગરમ કરો. તેના દરેક ખાનામાં જરાક તેલ મૂકો અને પછી તેના પર ખીરું પાથરો. હવે ધીમી આંચે અપ્પમને ચડવા દો.

Source: social-media

સ્ટેપ 5

અપ્પમની એક બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને ફેરવી નાખો અને બીજી બાજુને ચડવા દો. અપ્પમની સાઈડ પલટાવતાં પહેલા તેના પર એક ટીંપુ તેલ નાખો જેથી બીજી બાજુ બરાબર ચડે.

Source: social-media

અપ્પમ સર્વ કરો

આ રીતે તમારા ટેસ્ટી અપ્પમ તૈયાર થઇ જશે. તેની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.

Source: social-media

Source: social-media