સોજીનો શીરો કે રવા નો શીરો મોટાભાગમાં ઘરમાં બનતો હોય છે. તે બધાને પસંદ પણ પડે છે.
અમે અહીં સોજીના શીરાની રેસીપી જણાવી રહ્યા છીએ. આવી રીતે ટ્રાય કરવાથી બધા તેની પ્રશંસા કરશે.
સોજી, દેશી ઘી, ખાંડ, દૂધ, એલાયચી પાઉડર, કિસમિસ, ડ્રાયફ્રૂટસ, પાણી.
એક તપેલીમાં પાણી લો અને ગેસ પર ઉકળવા મુકો. આ પછી ગેસને બંધ કરી દો અને ગરમ પાણીને એક બાજુ રાખો.
એક કડાઈમાં ઘી અને રવો નાખો અને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો. ગરમ થવાથી ઘી પીગળવા લાગશે. આ દરમિયાન તમે દૂધ નાખો અને બરાબર મિક્સ કરો.
મિશ્રણને ધીમા ફ્લેમ પર ગોલ્ડન બદામી રંગનું થાય ત્યાં સુધી ચમચાથી હલાવીને શેકો.
આ પછી ઉકાળેલું ગરમ પાણી નાખો અને સતત ચમચાથી હલાવતા રહો.
હલાવતા દરમિયાન એકપણ ગાંઠ ન રહે તેનું ધ્યાન રાખો. બધુ પાણી સુકાઈ જાય પછી તેમાં ખાંડ અને એલાઇચી પાઉડર નાખો.
ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો. આ રીતે તમારો સોજીનો શીરો તૈયાર થઇ જશે.
એક ડીશમાં કાઢી લો. તેની ઉપર કાજુ અને બદામ નાખી સજાવો. આ પછી સર્વ કરો.