Aug 09, 2025

સોજીનો શીરો આ રીતે ટ્રાય કરો, મહાપ્રસાદ જેવો ટેસ્ટ આવશે

Ashish Goyal

સોજીનો શીરો

સોજીનો શીરો કે રવા નો શીરો એક સ્વાદિષ્ટ અને પરંપરાગત વાનગી છે. જે મોટાભાગના ઘરોમાં બને છે.

Source: social-media

સોજીનો શીરો રેસીપી

અમે અહીં સોજીના શીરાની રેસીપી જણાવી રહ્યા છીએ. આવી રીતે ટ્રાય કરવાથી મહાપ્રસાદ જેવો સ્વાદ આવશે.

Source: social-media

સોજીનો શીરો સામગ્રી

સોજી (રવો), દેશી ઘી, ખાંડ, દૂધ, પાણી, એલાયચી પાઉડર, કિસમિસ, ડ્રાયફ્રૂટસ.

Source: social-media

સોજીનો શીરો બનાવવાની રીત, સ્ટેપ 1

એક તપેલીમાં પાણી લઇ અને ગેસ પર ઉકળવા મુકો. આ પછી ગેસને બંધ કરી દો અને ગરમ પાણીને એક બાજુ રાખો.

Source: social-media

સ્ટેપ 2

એક કડાઈમાં ઘી અને સોજી નાખો અને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો. ગરમ થવાથી ઘી પીગળવા લાગશે. આ દરમિયાન તમે દૂધ નાખો. બધાને બરાબર મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 3

મિશ્રણને મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગનું થાય ત્યાં સુધી ચમચાથી હલાવીને શેકો. આ પછી ગેસની ફ્લેમને ધીમી કરો અને ઉકાળેલું ગરમ પાણી નાખો અને સતત ચમચાથી હલાવતા રહો.

Source: social-media

સ્ટેપ 4

હલાવતા દરમિયાન એકપણ ગાંઠ ન રહે તેનું ધ્યાન રાખો. બધુ પાણી સુકાઈ જાય પછી તેમાં ખાંડ અને એલાઇચી પાઉડર નાખો.

Source: social-media

સ્ટેપ 5

ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો. આ રીતે તમારો સોજીનો શીરો તૈયાર થઇ જશે.

Source: social-media

સર્વ કરો

એક ડીશમાં કાઢી લો. તેની ઉપર કાજુ અને બદામ નાખી સજાવો. આ પછી સર્વ કરો.

Source: social-media

Source: social-media