Mar 12, 2024

Sore Throat : બદલાતી ઋતુમાં આ ઘરેલું ઉપચાર શરદી અને ગળાના દુખાવામાં રાહત આપશે

Shivani Chauhan

મોસમ બદલાતા સામાન્ય શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે.

તેમાં ઘણા ઘરેલુ ઉપચાર કરે છે જે તેમને તાત્કાલિક રાહત આપે છે. તો ઘણા લીંબુનો રસ અને મધનું મિશ્રણનું સેવન કરે છે જે ગળામાં દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. 

લીંબુને મધ સાથે મિક્ષ કરીને પીવાથી ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે, લીંબુ અને મધની એન્ટિઓક્સિડન્ટ પ્રકૃતિ સંપૂર્ણ રાહત આપે છે

મધમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો છે અને શ્વસન રોગોમાં રાહત આપવામાં મદદ કરે છે

લીંબુની એસિડિક પ્રકૃતિ મ્યુકોસને તોડવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે.

જો આ મિશ્રણમાં થોડા કાળા મરી પણ ઉમેરવામાં આવે તો આનાથી પીડા, સોજો અને દુખાવામાં તરત રાહત મળશે.

Source: canva

લીંબુ અને મધનો ઉપાય સામાન્ય રીતે તમામ વય જૂથો માટે સલામત છે.

મધ સાથે સંકળાયેલ બોટ્યુલિઝમના જોખમને કારણે નાના બાળકો માટે લીંબુનો રસમાં પાણી ઉમેરો અને થોડી માત્રામાં મધ ઉમેરો મિશ્રણને વધુ સ્વાદિષ્ટ બનાવી શકે છે.

લીંબુ વિટામિન સીથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કફ મટાડવામાં મદદ કરે છે.

મધના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો ગળાના દુખાવાના દુખાવમાં રાહત આપે છે.

આ પણ વાંચો:nnTofu Vs Paneer : ટોફુ અને પનીરમાંથી શેનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક?, જાણો