ઇન્સ્ટન્ટ અપ્પમ રેસીપી, ચોખા અને તેલ વગર બનાવો સાઉથ ઈન્ડિયન વાનગી

May 29, 2025, 01:58 PM

અપ્પમ રેસીપી

ઇડલી, ઢોંસા, ઉત્તપમ જેવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ ઘણા લોકોને ખાવી ગમે છે. આવી જ એક વાનગી છે અપ્પમ, જે નાના ગોળ લાડુ જેવી હોય છે, જેને ચટણી કે સોશ ખાવામાં આવે છે.

તેલ વગર અપ્પમ બનાવવા માટે સામગ્રી

ચોખા વગર બનાવો ઓઇલ ફ્રી અપ્પમ પૌંવા, સોજી, દહીં, મીઠું, પાણી, બેકિંગ સોડા કે ઇનો, કાળા મરી પાઉડર

સામગ્રી પાણીમાં પલાળો

એક બાઉલમાં પૌવા, સોજી અને દહીંમાં પાણી નાંખી બધી સામગ્રી મિક્સ કરી 10 મિનિટ રહેવા દો.

અપ્પમનું ખીરું બનાવો

હવે આ બધી સામગ્રી મિક્સર જારમાં સ્મૂધ પીસી બેસ્ટ બનાવો અને તેને 10 થી 15 મિનિટ રાખવા દો. જો પેસ્ટ ઘટ્ટ હોય તો તેમા પાણી કે દહીં ઉમેરી શકાય છે.

સોડા ઉમેરો

અપ્પમ બનાવાના 2 મિનિટ પહેલા પેસ્ટમાં ઇનો કે બેકિંગ સોડા અને મીઠું ઉમેરો, જેથી બેટર ફુલશે.

અપ્પમ પેન ગરમ કરો

ગેસ પર નોન સ્ટીક અપ્પમ પેન ગરમ કરો. પેનમાં ચમચી વડે અપ્પમનું મિશ્રણ નાંખી ઢાંકી દો.

અપ્પમ શેકવા

ધીમા તાપે અપ્પમ શેકો. પેનમાં અપ્પમ ચોંટી કે દાઝ ન જાય તે માટે ફેરવતા રહો.

અપ્પમ શેકવા

અપ્પમ સહેજ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકવા.

અપ્પમ ચટણી સાથે સર્વ કરો

ઇન્સ્ટન્ટ અપ્પમને નારિયેળ ચટણી, લાલ ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો. અપ્પમ નાના બાળકોથી લઇ મોટી ઉંમરના વ્યક્તિને ખાવા ગમે છે.

અપ્પમ ફ્રાય કરી શકાય

રાતના વધેલા અપ્પમને સવારે થોડાક તેલમાં વઘારીને ફ્રાય કરી શકાય છે.