સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ પરફેક્ટ રવા ઢોસા રેસીપી

May 16, 2025, 03:10 PM

સોજીનું નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં પહેલો વિચાર હલવાનો આવે છે. નાસ્તામાં સોજી ઉપમા તરીકે પણ લેવામાં આવે છે. તમારે નાસ્તામાં સોજીથી બનેલો ઢોસા જરૂર ટ્રાય કરવો જોઈએ.

રવા ઢોસા અથવા સોજી ઢોસા લાઈટ અને ક્રિસ્પી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે એકવાર બનાવશો તો દરરોજ મન થશે, અહીં જાણો રવા ઢોસા અથવા સોજી ઢોસા રેસીપી

રવા ઢોસા રેસીપી સામગ્રી

1 કપ રવો, 2 ચમચી મેંદાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ, 2 બારીક સમારેલી ડુંગળી, 1 બારીક સમારેલું લીલા મરચા, બારીક સમારેલું આદુ, 7-8 મીઠા લીમડાના પાન, કોથમીર, ૩ ચમચી દહીં, મીઠું - સ્વાદ મુજબ, તેલ

રવા ઢોસા રેસીપી

રવા ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ રવા એટલે કે સોજી, મેંદાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કરો.

રવા ઢોસા રેસીપી

હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, આદુ અને મીઠા લીમડાના પાન ઉમેરો. હવે તેમાં કાળા મરીનો પાવડર અને દહીં ઉમેરો. હવે તેમાં પાણી મિક્સ કરો.

રવા ઢોસા રેસીપી

પાણી ઉમેરીને બેટરને પાતળું કરો. બેટરને પાતળું બનાવીને ઢાંકીને 20 મિનિટ માટે રાખો. જ્યારે 20 મિનિટ પૂરી થાય, ત્યારે બેટરને મિક્ષ કરો.

રવા ઢોસા રેસીપી

હવે તવાને ગરમ કરો અને તેના પર તેલ રેડો. ટીશ્યુ પેપરની મદદથી તવા પર તેલ ફેલાવો. હવે તેના પર બેટર ફેલાવો. તમારે બેટરને પાતળું રાખવું પડશે.

રવા ઢોસા રેસીપી

ઢોસાને બંને બાજુથી શેકી લો. એક બાજુથી કુક કર્યા બાદ તે પોતાની મેળે બાજુથી અલગ થવા લાગશે. ઢોસા ક્રિસ્પી થઈ જાય, એટલે નારિયેળ અથવા ટામેટાની ચટણી સાથે પીરસો.

બાફેલા બટાકાનું રસાવાળું શાક, આંગળા ચાટતા રહી જશો !