2 કપ રાઈસ, 3-4 લવિંગ, સોયાબીન વડી 250 ગ્રામ, 3-4 મરી, 1 તમાલપત્ર, 1 મોટી ઈલાયચી, 1 તજ, 2 બાદિયા, સ્વાદ અનુસાર મીઠું, 2 સમારેલ ડુંગળી, 1/2 હળદર પાઉડર, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર, 2 લીલા મરચા, 1 સમારેલ ટામેટું, 1/2 ચમચી આખું જીરું અને આદુ લસણની પેસ્ટ, 2 ચમચી તેલ અને જરૂર મુજબ પાણી
સોયાબીન વડી 250 ગ્રામ, 1/2 કપ દહીં, 1/2 લાલ મરચું પાઉડર, 1/2 હળદર પાઉડર, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર
સૌ પ્રથમ એક બાઉલમાં ધોયેલા સોયામાં મીઠું, દહીં, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્ષ કરીને 1 કલાક માટે મેરિનેટ કરી લો.
હવે 2 કપ રાઈસને સારી રીતે ધોઈ લો, સામગ્રીમાં આપેલ બધી શાકભાજી સમારી લો, ત્યારબાદ એક કુકરમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં આખા ગરમ મસાલા લવિંગ મરી, બાદિયા, ઈલાયચી, આખું જીરું, તજ અને તમાલપત્ર નાખો.
ત્યારબાદ ડુંગળી નાખી સાંતળો, હવે આદુ લસણની પેસ્ટ, ટામેટા નાખી કુક થવા દો, ત્યારબાદ મેરિનેટ કરેલ સોયા નાખો
હવે ધોયેલા રાઈસ ઉમેરો અને અને જરૂર મુજબ પાણી ઉમેરીને 3-4 કુકરની સીટી થવા દો. હવે છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.