Sep 03, 2025
1 કપ સોયા, 2 બાફેલા બટાકા, 1 બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા 2 લીલા મરચાં, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
2 ચમચી કોથમીર, 1/2 જીરું પાવડર, 1/2 લાલ મરચું પાવડર, 1/2 ગરમ મસાલો, મીઠું - સ્વાદ મુજબ, થોડો ચણાનો લોટ, તેલ તળવા માટે
સૌ પ્રથમ, સોયાબીનને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ સોયાબીનને સારી રીતે નિચોવી લો અને બાકીનું પાણી કાઢી લો.
હવે એક મોટા બાઉલમાં સોયાબીન, બાફેલા બટાકા, ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, કોથમીર અને બધા મસાલા નાખો.
બધું બરાબર મિક્સ કરો અને તેને ટિક્કીનો શેપ આપો, તૈયાર કરેલી ટિક્કીને બ્રેડક્રમ્સમાં લપેટી લો જેથી તે ક્રિસ્પી બને.
ત્યારબાદ એક પેન પર થોડું તેલ નાખોઅને તૈયાર કરેલી ટિક્કીઓને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
હવે તમારી ઘરે સ્વાદિષ્ટ અને ઝડપથી બનતી સોયા ટિક્કી તૈયાર છે, તેને લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.