ચીઝ વાળી તીખી મેગી રેસીપી, પહાડોની મેગી જેવો આવશે ટેસ્ટ

Jun 10, 2025, 09:42 PM

મેગી સ્વાદીષ્ટ નાસ્તો

મેગી નામ પડતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. મેગી એક સ્વાદીષ્ટ નાસ્તો છે.

મેગી રેસીપી

અહીં પહાડો પર બનતી ટેસ્ટી મેગી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ અલગ સ્વાદ આપશે.

ચીઝ વાળી તીખી મેગી સામગ્રી

મેગી, મેગી ટેસ્ટમેકર, બારીક સમારેલી ડુંગળી, ક્યૂબ બટર, ચીઝ સ્લાઇસ, બારીક સમારેલા કેપ્સિકમ, બારીક સમારેલા લીલા મરચા, લસણની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, શેઝવાન સોસ, ઓરેગાનો, મીઠું, લીલા ધાણા, પાણી.

મસાલેદાર ચીઝ મેગી બનાવવાની રીત

મેગી બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં બટર ગરમ કરો અને પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો.

સ્ટેપ 2

આ પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા કેપ્સિકમ સાંતળી લો. ત્યારબાદ મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, શેઝવાન સોસ, મેગી ટેસ્ટમેકર ઉમેરો અને થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

મસાલા થોડો પકાઇ ગયા પછી હવે તેમાં ગરમ ​​પાણી ઉમેરો અને મેગી પણ ઉમેરો. આ સમયે એક ચીઝ સ્લાઈસ ઉમેરો. ઢાંકીને મેગીને સારી રીતે પાકવા દો.

સ્ટેપ 4

જ્યારે મેગી સારી રીતે મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે બારીક સમારેલા લીલા મરચાં, લીલા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 5

આ પછી મેગીને બાઉલમાં પીરસવા માટે કાઢો. ઉપર ચીઝ સ્લાઇસ રાખો અને સર્વ કરો.