Sprouted Moong Bhajiya । ફણગાવેલા મગ ભજીયા રેસીપી, ચા સાથે પૌષ્ટિક નાસ્તો

Aug 18, 2025, 03:28 PM

ઘણીવાર ભજીયા તેલ અને કેલરીથી ભરપૂર હોય છે, જેના કારણે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો તેને ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, ફણગાવેલા મગના ભજીયા એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા છે.

ફણગાવેલા મગના બનેલા આ ભજીયા પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચન સુધારવા અને ઉર્જા આપવામાં મદદ કરે છે, અહીં જાણો ફણગાવેલા મગના ભજીયા રેસીપી

ફણગાવેલા મગના પકોડા રેસીપી સામગ્રી

1 કપ ફણગાવેલા મગ, 1/2 કપ ચણાનો લોટ, 1 મધ્યમ બારીક સમારેલી ડુંગળી, 2 બારીક સમારેલા લીલા મરચાં, 1 ઇંચ છીણેલું આદુ

ફણગાવેલા મગના પકોડા રેસીપી સામગ્રી

1/2 બારીક સમારેલા જીરું, 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો, મીઠું - સ્વાદ મુજબ, પાણી જરૂરિયાત મુજબ, તળવા માટે તેલ

ફણગાવેલા મગના ભજીયા રેસીપી

ફણગાવેલા મગની થોડા બાફી નાખો, જેથી તે નરમ થઈ જાય, હવે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં હળદર, લાલ મરચું પાવડર, જીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર તૈયાર કરો.

ફણગાવેલા મગના ભજીયા રેસીપી

હવે આ બેટરમાં બાફેલા ફણગાવેલા મગ, સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ અને કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ફણગાવેલા મગના ભજીયા રેસીપી

મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે 1 ચમચીની મદદથી, ગરમ તેલમાં થોડું થોડું કરીને બેટર રેડો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ફણગાવેલા મગના ભજીયા રેસીપી

ધ્યાન રાખો કે એકસાથે ઘણા બધા પકોડા ન નાખો, નહીં તો તે યોગ્ય રીતે ક્રિસ્પી નહીં બને,ફણગાવેલા મગના ભજીયા થઇ જાય એટલે ચટણી સાથે સર્વ કરો.