ખાંડ, ગોળ કે સાકર વગર સરળ રીતથી બનાવો ટેસ્ટી સુગર ફ્રી કુલ્ફી

Apr 28, 2025, 10:55 AM

સુગર ફ્રી કુલ્ફી

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો આઈસક્રીમ, કુલ્ફી,કોલ્ડ ડ્રિંગ્સ પીવાનું વધારે પસંદ કરતા હોય છે.

સુગર ફ્રી કુલ્ફી

માર્કેટમાં મળતી કુલ્ફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં કુલ્ફી ઘરે પણ બનાવી શકાય છે.

સુગર ફ્રી કુલ્ફી

અહીં આપડે ખાંડ, ગોળ કે સાકરનો ઉપોયગ કર્યા વગર જ ટેસ્ટી કુલ્ફી બનાવવાની રીત વિશે જાણીશું

સામગ્રી

1 લીટર દૂધ, કેસર, ખજૂર, કાજુ, બદામ, પીસ્તા, કેસર, ઇલાયચી

બનાવવાની રીત

સુગર ફ્રી કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા એક લિટર દૂધને પેનમાં ગરમ કરીશું. આશરે 400 ML દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળીશું.અને બાજુ પર રાખીશું

બનાવવાની રીત

બીજી તરફ એક પેનમાં કાજુ, બદામ, પીસ્તા, ઈલાયચીને રોસ્ટ કરીશું. અને તેનો મીક્સર જારમાં નાંખી કેસરના વાળા ઉમેરી પાઉડર તૈયાર કરીશું.

બનાવવાની રીત

હવે ખજૂરના ઠળિયા કાઢીને ખજૂરને મીક્સર જારમાં નાંખી તેમાં ઉકાળેલું થોડું દૂધ નાખીને પેસ્ટ તૈયાર કરીશું.

બનાવવાની રીત

હવે ખજૂરની પેસ્ટને ઉકાળેલા દૂધમાં નાંખી સારી રીતે મીક્સ કરો. પછી તેમાં ડ્રાયફ્રૂટ પાઉડર નાંખીને એકદમ મીક્સ કરી દો. આમ કુલ્ફીનું મીક્સર તૈયાર થઈ જશે.

બનાવવાની રીત

આ મીક્સરને કુલ્ફીના મોલ્ડમાં રેડીને ડીપ ફ્રીઝમાં સેટ થવા માટે 8-10 કલાક રાખી દો. આમ તૈયાર થઈ જશે તમારી સુગર ફ્રી કુલ્ફી