Sugar Free Modak Recipe : ત્રીજા દિવસે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો સુગર ફ્રી મોદક, જાણો રેસીપી

Sep 09, 2024, 02:28 PM

ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શનિવારએ દુનિયાભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જેમાં બાપ્પાની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને અવનવા પ્રસાદ ધરવામાં આવે છે. આજે ત્રીજા દિવસ માટે ખાસ સુગર ફ્રી મોદક રેસીપી આપી છે, જાણો રેસીપી

સામગ્રી

1 ચમચી ઘી, 1 કપ ડેસીકેટેડ નારિયેળ, 1 કપ મિલ્ક પાવડર, 1 કપ ખજૂરની પેસ્ટ (દૂધમાં પલાળીને), 1/4 ચમચી એલચી પાવડર, જરૂર મુજબ દૂધ

સૌ પ્રથમ એક પેનમાં મધ્યમ તાપ પર 1 ચમચી ઘી ગરમ કરો. એમાં 1 કપ મિલ્ક પાવડર (અથવા ખોયા) અને 1 કપ ખજૂરની પેસ્ટ (જરૂર મુજબ દૂધમાં પલાળેલી) ઉમેરો.

સુગર ફ્રી મોદક રેસીપી

આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી બરાબર હલાવો. હવે એમાં 1 કપ સુકા નારિયેળ અને 1/4 ચમચી એલચી પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

સુગર ફ્રી મોદક રેસીપી

મિશ્રણને મોદકમાં શેપ આપવા માટે મોદકના મોલ્ડનો ઉપયોગ કરો અને બધા મોદક તૈયાર કરો, અને બાપ્પાના પ્રસાદમાં અર્પણ કરો.

Motichoor Modak Recipe : ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો મોતીચુર મોદક, જાણો રેસીપી