રક્ષાબંધન મીઠાઇ : સોજી માંથી સ્વાદિષ્ટ ગુલાબ જામુન રેસીપી

Jul 29, 2025, 12:23 PM

ગુલાબ જામુન રેસીપી

ગુલાબ જામુન ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. લગ્ન પ્રસંગ હોય કે તહેવાર આ મીઠાઇ વગર ફિક્કો લાગે છે. હાલ બજારમાં ગુલાબ જામુન બનાવવા માટે તૈયાર પેકેટ વેચાય છે. જો કે તેમા ભેળસેળની ચિંતા રહે છે.

સોજી ગુલાબ જામુન રેસીપી

આવી સ્થિતિમાં તમે સોજી માંથી પણ ગુલાબ જામુન બનાવી શકાય છે. અહીં સોજી માંથી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબ જામુન બનાવવાની રેસીપી આપી છે.

સોજી ગુલાબ જામુન બનાવવા માટે સામગ્રી

સોજી, માવો ઘી, ખાંડ, એલચી પાઉડર, પાણી, દૂધ,

ચાસણી બનાવો

ગુલાબ જામીન બનાવવા માટે સૌથી પહેલા તેની ચાસણી તૈયાર કરો. એક મોટી તપેલીમાં પાણીમાં ખાંડ ઓગાળો, ખાંડ બરાબર ઓગળને 1 તારની ચાસણી બને ત્યાં સુધી ગરમ કરો. ચાસણીમાં એલચી પાઉડર ઉમેરી તપેલીને ઢાંકી દો.

સોજી શેકો

હવે એક કઢાઇમાં ઘી ગરમો, પછી સોજી અને દૂધ ઉમેરી શેકો, ધીમે ધીમે હલાવતો રહો જેથી કઢાઇમાં નીચે બળી ન જાય.

સોજીનો લોટ તૈયાર કરો

સોજી શેકતી વખતે ગેસની આંચ ધીમી રાખવી અને સતત હલાવતા રહેવું, જેથી ગાંગડા ન રહે. આ સોજી માંથી લોટ જેવું થઇ જાય ત્યાં સુધી પકવો.

10 મિનિટ ઢાંકીને રાખો

પછી સોજીને કઢાઇમાં એક વાસણમાં કાંઢી 10 મિનિટ સુધી ઢાંકીને રાખો.

ગુલાબ જામુન બનાવો

આ લોટને બરાબર મસળો, પછી તેમાંથી નાના નાના ગોળ ગુલાબ જામુન બનાવો.

ગુલાબ જામુન ચાસણીમાં ડુબાડો

ગુલાબ જામુન તળ્યા બાદ ચાસણીમાં 2 થી 3 કલાક સુધી ડુબાડી રાખો.

સોજી માંથી સ્વાદિષ્ટ ગુલાબ જામુન તૈયાર

સોજીના ગુલાબ જામુન પર કાજુ પીસ્તા અને બદામની કતરણી ઉમેરી સર્વ કરો.