Jul 19, 2025
રક્ષાબંધનનો તહેવાર આવવાના હવે થોડા દિવસોની વાર છે. જેમાં ઘરે ગળી મીઠાઇ બનાવવામાં આવે છે.
તમે ઘરે સોજી રસગુલ્લા રેસીપી બનાવી શકો છો. તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો ચાલો સોજીના રસગુલ્લા બનાવવાની રીત જાણીએ.
સોજી, દેશી ઘી, દૂધ, ખાંડ, બારીક પિસ્તા, બારીક કાપેલા ડ્રાયફુટ્સ, કેસર.
સૌ પ્રથમ એક કડાઇમાં દૂધ મુકીને તેને ધીમા તાપે ગરમ કરવા માટે રાખો. દૂધ ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરો. ધીમા તાપે હલાવતા ધીમે ધીમે સોજી ઉમેરો.
દૂધમાં સોજીના ગઠ્ઠા ન બને તે માટે તેને ઝડપથી હલાવતા રહો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય અને સોજી સાથે ભળી જાય ત્યારે ગેસની આંચ બંધ કરી દો. તેને ઠંડુ થવા દો.
જ્યારે સોજીનું મિશ્રણ હૂંફાળું થઈ જાય ત્યારે તમારા હાથ પર તેલ લગાવી લો અને સોજીના મિશ્રણને લઇને ગોળ બનાવો અને તેમાં ડ્રાયફુટ્સ ભરતા અને રસગુલ્લા બનાવો.
હવે એક કડાઇમાં ખાંડ અને પાણી નાખો અને ચાસણી બનાવવા માટે બાજુ પર રાખો.
ચાસણી તૈયાર થઈ જાય પછી તેમાં રસગુલ્લા ઉમેરો, તેને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી રાંધો અને પછી ગેસ બંધ કરો.
આ સાથે જ તમારા સોજીના રસગુલ્લા તૈયાર થઇ જશે. હવે તેને બારીક સમારેલા પિસ્તા અને કેસરથી સજાવીને સર્વ કરો.