સોજી ઉપમા રેસીપી, આવી રીતે ઘરે બનાવો હેલ્ધી નાસ્તો

Dec 18, 2025, 11:33 PM

સોજી ઉપમા હેલ્ધી નાસ્તો

સવારે હેલ્ધી નાસ્તો કરવાથી તમને આખો દિવસ એનર્જી રહે છે. તમે સોજીમાંથી ઉપમા બનાવી ખાઇ શકો છો.

સોજી ઉપમા રેસીપી

સોજીના ઉપમામાં વિવિધ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે, જે તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

સોજીનો ઉપમા બનાવવાની સામગ્રી

સોજી, તેલ, અડદની દાળ, રાઇ, પાણી, ચણાની દાળ, લીલા મરચાં, આદુ, ડુંગળી, લીલા શાકભાજી, મીઠું, મીઠો લીમડો, લીંબુનો રસ, લીલા ધાણા.

સોજીનો ઉપમા બનાવવાની રીત, સ્ટેપ 1

સોજીનો ઉપમા બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઇમાં સોજી નાખી તેને ધીમા તાપ પર તે હળવો સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. તે પછી તેને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ 2

હવે તે જ કઢાઇમાં તેલ અથવા ઘી ગરમ કરી તેમાં રાઇ, અડદની દાળ અને ચણાની દાળ મેળવો. થોડી વાર શેક્યા પછી, તે હળવા સોનેરી થઈ જ્યારે ત્યારે હવે તેમાં મીઠો લીમડો, લીલા મરચાં અને આદુ ઉમેરો અને તેને શેકી લો.

સ્ટેપ 3

હવે તેમાં લીલા શાકભાજી ઉમેરો અને થોડીવાર પકાવી લો, જેથી શાકભાજી નરમ થઈ જાય. ત્યારબાદ તેમાં મીઠું અને પાણી ઉમેરો.

સ્ટેપ 4

જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં શેકેલા સોજી ઉમેરો અને સતત હલાવો. તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી પકાવો.

સ્ટેપ 5

છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરો અને તેની ઉપર લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

સોજી ઉપમા તૈયાર

આ રીતે સોજીનો ઉપમા તરત જ તૈયાર થઈ જશે. તમે તેને નાળિયેર ચટણી અથવા સાંભાર સાથે પીરસી શકો છો.