સુખડી આવી રીતે બનાવો, લાગશે પ્રસાદ જેવી એકદમ સ્વાદીષ્ટ

Jan 28, 2025, 04:14 PM

સુખડી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. ઘણી બધી જગ્યામાં તો પ્રસાદમાં પણ સુખડી અપાય છે. સુખડીને માતર પણ કહેવાય છે.

પ્રસાદની સુખડી એકદમ સ્વાદિષ્ટ હોય છે. જો તમે પણ આવી સ્વાદીષ્ટ સુખડી બનાવવા માંગો છો તો અહીં રેસીપી જણાવી રહ્યા છીએ.

સુખડી રેસીપી સામગ્રી

2 વ્યક્તિ માટે સુખડી બનાવવાની હોય તો 1 વાટકી ઘઉંનો લોટ, એક વાટકી ઘી, એક વાટકી ગોળ, થોડુ દૂધ

સુખડી બનાવવાની રીત

ગેસ ઉપર કડાઇમાં એક વાટકી ઘી ગરમ કરવાં મુકો. ઘી પીગળવા લાગે પછી 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી લો.

હવે લોટ ગોલ્ડન કે બ્રાઉન થાય ત્યાં સુધી લોટને હલાવતાં રહો. લોટ ગોલ્ડન થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો અને તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવો. સતત હલાવતા રહેવું જેથી કડાઇમાં ચોંટે નહીં.

હવે મિશ્રણને થાળીમાં એક્સરખું પાથરી દેવું અને ઉપર વાટકીની ઉંધી બાજુથી ફેરવી એક સરખું લેએર કરી દેવું. તેની ઉપર તમને પસંદ હોય તો ટ્રાયફુટ પણ નાખી શકો છો. આ રીતે સુખડી તૈયાર થઇ જશે.

થોડીવાર પછી ચપ્પાથી એકસરખા કાપા પાડી દેવા.એકદમ ઠરી જાય પછી પીસ સર્વ કરો. જોકે તેને ગરમાગરમ ખાવાની મજા અલગ છે.

જો સુખડી એકદમ નરમ બનાવવી હોય તો થાળીમાં પાથરતાં પહેલાં 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી પછી પાથરવી