Aug 22, 2025
સુખડી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. સુખડીને માતર પણ કહેવાય છે.
નરમ સુખડી ખાવાની મજા આવે છે. જો તમે પણ નરમ અને સ્વાદીષ્ટ સુખડી બનાવવા માંગો છો તો અહીં રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, ઘી, ગોળ, દૂધ.
ગેસ ઉપર કડાઇમાં એક ઘી ગરમ કરવાં મુકો. ઘી પીગળવા લાગે પછી ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી લો.
હવે લોટ ગોલ્ડન કે બ્રાઉન થાય ત્યાં સુધી લોટને હલાવતાં રહો. લોટ ગોલ્ડન થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો અને તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરવો. સતત હલાવતા રહેવું જેથી કડાઇમાં ચોંટે નહીં.
હવે મિશ્રણને થાળીમાં એક્સરખું પાથરી દેવું અને ઉપર વાટકીની ઉંધી બાજુથી ફેરવી એક સરખું લેએર કરી દેવું. આ રીતે તમારી ટેસ્ટી સુખડી તૈયાર થઇ જશે.
જો સુખડી એકદમ નરમ બનાવવી હોય તો થાળીમાં પાથરતાં પહેલાં 2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી પછી પાથરવી.
થોડીવાર પછી ચપ્પાથી એકસરખા કાપા પાડી દેવા. પછી તેને ગરમાગરમ સર્વ કરો.