કંઇક ગળ્યું ખાવું છે! કેરી માંથી બનાવો આ સ્વાદિષ્ટ મીઠાઇ

May 27, 2025, 02:28 PM

મેંગો હલવો

મીઠાઇ ખાવી દરેક વ્યક્તિને ગમે છે. મીઠાઇમાં શીરો કે હલવો સૌથી લોકપ્રિય વાનગી છે. સામાન્ય રીતે આપણે બધાએ સોજી, ગાજર અને દૂધીનો હલવો ખાધો જ હશે. જો તમને કંઇક યુનિક હલવો ખાવાની ઇચ્છા છે તો મેંગો હલવો રેસીપી ટ્રાય કરી શકાય છે.

કેરીનો હલવો

હાલ કેરીની સીઝન ચાલી રહી છે. કેરી માંથી ઘણી વાનગી બને છે. અહીં કેરીનો હલવો એટલે કે મેંગો હલવો બનાવવાની રેસીપી આપી છે.

મેંગો હલવો બનાવવા માટે સામગ્રી

સોજી, ઘી, કેરીનો પલ્પ, એલજી, દૂધ ખાંડ, ડ્રાયફૂટ્સના ટુકડા

ઘી ગરમ કરો

મેંગો હલવો બનાવવા માટે ગેસ પર એક પેનમાં ઘી ગરમ કરો

સોજી શેકો

ગરમ ઘી માં સોજી સોનેરી થાય ત્યાં સુધી શેકો

સોજીને સોનેરી શેકો

એક વાતનું ધ્યાન રાખો કે સોજી પેનમાં પર ચોંટી કે વધારે બળી ન જાય

કેરીનો પલ્પ બનાવો

હવે કેરીની છાલ કાઢી તેને કાપી લો. પછી મિક્સ જારમાં પલ્પ બનાવી લો. તેમા દૂધ કે પાણી કંઇ ઉમેરવાનું નથી.

મેંગો પલ્પ ગરમ કરો

ગેસ પર એક પેનમાં મેંગો પ્લપ સહેજ પકવો

મેંગો પલ્પમાં સોજી ઉમેરો

ત્યાર પછી કેરીના પલ્પમાં શેકેલી સોજી ઉમેરી બરાબર મિક્સ કરી લો

દૂધ અને ખાંડ ઉમેરો

સોજીને રાંધવા માટે પેનમાં દૂધ ઉમેરો, બધી સામગ્રી બરાબર મિક્સ કરી હલવાને મધ્યમ આંચ પર પકવવા દો, સ્વાદ વધારવા માટે ઘી પણ ઉમેરી શકાય છે

એલચી પાઉડર ઉમેરો

મેંગો હલવામાં મીઠાઇ માટે ખાંડ , એલચી પાવડર ઉમેરો

મેંગો હલવો તૈયાર

છેલ્લે ડ્રાયફ્ટુસ વડે ગાર્નિશ કરી મેંગો હલવો મહેમાનોને પીરસો.