ઉનાળા (summer) ની કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે બોડીને હાઈડ્રેટેડ રાખવા રસદાર અને સ્વાદિષ્ટ મોસમી ફળો જેમ કે કેરી, તરબૂચ, નારંગી, દ્રાક્ષ જેવા અનેક ફ્રૂટ્સ ખાતા હોઈએ છીએ.
ગરમીના દિવસોમાં પેટને ઠંડક આપતું તડબૂચ (watermelon) જેમાં 90% થી પણ વધુ પાણી હોય છે. તેની તાસીર ઠંડી છે અને બોડીને હાઇડ્રેટ રાખે છે, આ સિવાય પણ આ ફળનું સેવન કરવાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે.
તરબૂચના બીજ પણ ફાયદાકારક છે. તડબૂચ ઠંડક, મૂત્રવર્ધક અને પોષક પ્રકૃતિના છે. બીજના તેલમાં લિનોલીક એસિડ, ઓલીક એસિડ, પામમેટિક અને સ્ટીઅરિક એસિડના ગ્લિસરાઈડ્સ હોય છે.
ડબૂચમાં 90 ટકાથી વધુ પાણી છે, વિટામિન C, A, B6 અને પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફોલેટ અને કેલ્શિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે.
આયુર્વેદ અનુસાર, તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી, નાસ્તો અને લંચ વચ્ચેનો છે. તમે તેને સાંજે 5 વાગ્યા પહેલા સાંજના નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.
તરબૂચનું તમારા ભોજન સાથે નું સેવન ન કરો.ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર કંટ્રોલને ધ્યાનમાં રાખી તડબૂચનું સેવન કરવું જોઈએ.