ઉનાળામાં ગરમીને કારણે પરેસેવો વધુ થવાથી પાણી વધુ પીવાય છે અને ભૂખ ઓછી લાગે છે.
સમરમાં તમે અવનવા કોલ્ડ ડ્રીંક્સ ટ્રાય કરો છો ત્યારે કોઠામાંથી બનતું આ ડ્રિન્ક તમે ટ્રાય કરી શકો છો, જે તમને ગરમીમાં રાહત આપી શકે છે, જાણો રેસીપી
1-2 કોઠા , 1/2 લિટર પાણી, 1 ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી ગોળ/ખાંડ/મધ, 1 ચમચી શેકેલા જીરા પાવડર, 1 લીંબુનો રસ, આઇસ ક્યુબ્સ
કોઠા માંથી તેનો બીવાળો પલ્પનો ભાગ કાઢો અને તેને પાણી સાથે બાઉલમાં ઉમેરો.
પલ્પને તમારા હાથથી સારી રીતે સ્મેશ કરો અને તેને ગાળી લો. હવે તેમાં બ્લેક સોલ્ટ, ગોળ, શેકેલા જીરા પાવડર અને લીંબુનો રસ ઉમેરો.
હવે આ શરબતને એક ગ્લાસમાં લો, તેમાં આઈસક્યુબ નાખી ચિલ્ડ કરી સર્વ કરો.