ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.
ઉનાળા (summer) માં બોડીને હાઈડ્રેટેડ રાખવું ખુબજ જરૂરી છે. અહીં ઈન્ટાગ્રામની વાયરલ લીચી સમર ડ્રિંક રેસીપી શેર કરી જે ઓમકાર પવાર દ્વારા શેર કરવામાં આવી છે.
લીચી ઉનાળુ ફળ છે જે સ્વાસ્થ્ય ગુણોનો ખજાનો છે. લીચી તેની ઠંડી તાસીર માટે જાણીતી છે. અહીં લીચી સમર ડ્રિંકમાં નાળિયેર પાણી, લીચી અને સબ્જાના બીજ અથવા તકમરીયા ઉમેર્યા છે જે તમને ગરમીમાં રાહત આપશે.
લીચી વિટામિન સી અને ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે. નાળિયેર પાણી પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત છે.
સબજાના બીજ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનમાં મદદ કરે છે. તે ઉનાળા દરમિયાન કુદરતી શીતક તરીકે પણ કામ કરે છે.
બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાથી ખરાબ આદતોને લીધે સ્થૂળતાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે.
લીચી, નાળિયેર પાણી, પલાળેલા સબ્જાના બીજ અથવા પલાળેલા તકમરીયા અને આઈસ ક્યુબ.
સૌ પ્રથમ લીચીને ધોઈને તેના બીજ કાઢી લો. હવે ક્લીન લીચીને મિક્ષરમાં બ્લેન્ડ કરો.
હવે તે તૈયાર લીચીના મિક્ષરને એક ગ્લાસમાં કાઢો, તેમાં નાળિયેર પાણી, પલાળેલા સબ્જાના બીજ ઉમેરો અને આઈસ ક્યુબ ઉમેરી આ ડ્રિન્ક ઠંડુ ઠંડુ ઇન્જોય કરો.