Summer Drink : મીઠા લીમડાના પાનમાંથી બનાવો આ યુનિક સમર ડ્રિન્ક, જાણો રેસીપી

May 08, 2024, 01:16 PM

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે બોડીને હાઈડ્રેટેડ રાખવા આપણે અલગ-અલગ ડ્રિન્ક પિતા હોઈ છીએ. અહીં મીઠા લીમડાના પાનમાંથી યુનિક ''હરી ભરી છાશ'' ની રેસીપી શેર કરી છે, જાણો લો રેસીપી

''હરી ભરી છાશ'' રેસીપી

સામગ્રી : પ્યુરી માટે : મીઠા લીમડાના પાંદડા, મુઠ્ઠીભર કોથમીર, 1/2 આદુ, 1/2 ચમચી મરી પાઉડર, 1/4 ચમચી હિંગ, 2 ચમચી દહીં, 1/2 કપ પાણી

''હરી ભરી છાશ'' રેસીપી

સામગ્રી : 1 કપ દહીં, 3 કપ પાણી, 1 ચમચી બ્લેક સોલ્ટ, 1/2 ટીસ્પૂન જીરું પાવડર, 1-2 સમારેલા લીલા મરચાં.

''હરી ભરી છાશ'' રેસીપી

વઘાર માટે : 1 ચમચી તેલ, 1 ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાંદડા

''હરી ભરી છાશ'' રેસીપી

મેથડ : સૌ પ્રથમ પ્યુરી માટે મીઠા લીમડાના પાંદડા, મુઠ્ઠીભર કોથમીર, આદુ, મરી, હિંગ, દહીં અને પાણી ઉમેરો અને બ્લેન્ડ કરી પ્યુરી તૈયાર કરો.

''હરી ભરી છાશ'' રેસીપી

મેથડ : હવે એક બાઉલમાં દહીં, પાણી નાખીને બરાબર હલાવી લો. તેમાં કાળું મીઠું, જીરું પાઉડર, મીઠું, લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને તેમાં તૈયાર પ્યુરી ઉમેરો.

''હરી ભરી છાશ'' રેસીપી

મેથડ : વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠા લીમડાના પાંદડા ઉમેરો, હવે આ વઘાર તૈયાર છાશમાં ઉમેરો અને સર્વ કરો.