Summer Drink : ઉનાળામાં વેટ લોસ માટે પીવો નારિયેળ પાણીનું આ ખાસ ડ્રિંક

May 11, 2024, 04:08 PM

ઉનાળામાં પરસેવો થવાથી બોડી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે તેથી બોડી હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. એવામાં તમને અનેક સીઝનલ ફ્રૂટ્સ અને જ્યુસનું સેવન કરી શકો છો.

ઉપરાંત તમારા આહારમાં લીંબુ પાણી, છાશ, જ્યુસ વગેરેનો પણ સમાવેશ કરવાની સાથે સાથે જો તમે ઈચ્છો તો નારિયેળ પાણીનો પણ સામેલ કરી શકો છો.

નારિયેળ પાણી ન માત્ર તમારા શરીરને ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે, ઉપરાંત ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

જો તમે ઉનાળાની સીઝનમાં શરીરમાં જમા થયેલી ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોવ તો આ વસ્તુને નારિયેળ પાણીમાં મિક્સ કરીને સેવન કરી શકો છો. જાણો આ સુપર વેઈટ લોસ ડ્રિંક વિશે…

ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે દરરોજ સવારે એક ગ્લાસ નારિયેળ પાણીમાં અડધીથી એક ચમચી તુલસીના બીજ (તકમરીયા) મિક્સ કરીને તેનું સેવન કરો.

નારિયેળ પાણીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેંગેનીઝ, વિટામીન- સી, કેલ્શિયમની સાથે સાથે એક લો-કેલેરી ડ્રિંક પણ છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, બી-કોમ્પ્લેક્સ જેવા જે પોષક તત્વો પણ જોવા મળે છે.

જે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર પણ કાઢે છે અને તેબ્લડ પ્રેશર, કોલેસ્રો લ અને વેઇટ લોસ કરવામાં મદદ કરે છે.

તકમરીયા (તુલસીના બીજ) :

આ બીજ પ્રોટીન, હેલ્થી ફેટ અને કાર્બ્સ તેમજ ફાઇબરથી ભરપૂર હોય છે. ઉપરાંત તેમાં ઓમેગા 3 ફેટી એસિડ અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન-સી અને ફોલેટ જેવા પોષક તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. ઉપરાંત તુલસીના બીજ કબજીયાત, એનીમિયાથી મુક્તિ મેળવવાની સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. તુલસીના બીજને સુપર ફૂડ કહેવાય છે.