Summer Drink : ગરમીમાં રાખશે એનર્જીથી ભરપુર, પ્રોટીન રિચ શરબત કરો ટ્રાય, જાણો રેસીપી

Apr 22, 2024, 01:26 PM

અસહ્ય ગરમીના લીધે બોડી ડીહાઇડ્રેટ થવાથી થાક લાગે છે, અને એનર્જી ઓછી થઇ જાય છે ત્યારે તમે આ ડ્રિન્ક અજમાવી શકો છો, આ શરબતની ખાસ વાત એ છે કે, ગ્લુટેન ફ્રી, ડેરી ફ્રી, પ્રોટીનથી ભરપૂર, નેચરલ શીતક એનર્જી ડ્રિંક છે.

આ હાઈ પ્રોટીન શરબત તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે, ડ્રિંકમાં કોઈ સોડા કે આર્ટિફિશિયલ ફ્લેવર એડ કર્યું નથી.

પ્રોટીન રિચ શરબત' રેસીપી

'પ્રોટીન રિચ શરબત' બનાવાની સામગ્રી : 2 ચમચી સત્તુ પાઉડર, મુઠ્ઠીભર ફુદીનાના પાન, થોડી કોથમીર, 1 લીલું મરચું ,1/2 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જીરું, 1 ચમચી રોક સોલ્ટ, 1/2 ચમચી ખાંડ (ઓપ્શનલ), એક લીંબુનો રસ, તકમરીયા, પાણી અને બરફ

પ્રોટીન રિચ શરબત' રેસીપી

પ્રોટીન રિચ શરબત' બનાવાની રીત : સૌ પ્રથમ સત્તુ પાઉડર એક ગ્લાસમાં લો, તેમાં ફુદીનાના પાન અથવા તેને ક્રશ કરી મિક્ષ કરો.તેમાં 1 લીલું મરચું ,1/2 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જીરું, 1 ચમચી રોક સોલ્ટ, 1/2 ચમચી ખાંડ (ઓપ્શનલ) અને લીંબુનો રસ ઉમેરો. હવે બધું બરાબર મિક્ષ કરો.

પ્રોટીન રિચ શરબત' રેસીપી

પલાળેલા તકમરીયા, જરૂર મુજબ પાણી અને આઈસ ક્યુબ એડ કરો કોથમીરથી ગાર્નિશ કરો અને આ ડ્રિન્ક સર્વ કરો.