જેમ જેમ ગરમીનું તાપમાન વધતું જાય છે જે તેમ આપણને કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે સમરમાં તમે ખાસ કેરી અને કોકોનટ વોટરનું યુનિક કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો.
નારિયેળ પાણીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેંગેનીઝ, વિટામીન- સી, કેલ્શિયમની સાથે સાથે એક લો-કેલેરી ડ્રિંક પણ છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ, બી-કોમ્પ્લેક્સ જેવા જે પોષક તત્વો પણ જોવા મળે છે.
સામગ્રી : 1 નારિયેળનું પાણી, 1 કપ કેરીની પ્યુરી, 1/4 કપ લીંબુનો રસ, ખાંડ (જરૂર મુજબ), થોડા ફુદીનાના પાન
મેથડ : એક જારમાં નારિયેળનું પાણી, કેરીની પ્યુરી, લીંબુનો રસ અને ખાંડ બધી સામગ્રી ઉમેરો. બરાબર મિક્ષ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો.
તેને ફરીથી મિક્ષ કરો, એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો, ત્યારબાદ તેમાં તુલસીના પાન અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો જે શરીરને ઠંડક અને તાજગી આપે છે, અને સર્વ કરો.
તેને ફરીથી મિક્ષ કરો, એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો, ત્યારબાદ તેમાં તુલસીના પાન અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરો જે શરીરને ઠંડક અને તાજગી આપે છે, અને સર્વ કરો.