ભારતમાં એપ્રિલ- મે મહિનામાં અસહ્ય ગરમી પડે છે, ગરમીથી બચવા આપણે અનેક ઉપાય કરીયે છીએ.
અહીં ફ્રેશ અને ચિલ્ડ શેતુરના શરબતની રેસિપી શેર કરી છે જે તમને ગરમીમાં રાહત આપી શકે છે, જાણો ખાસ રેસીપી
''શેતુર શરબત'' બનાવાની સામગ્રી : ફ્રેશ શેતુર, ગુલકંદ, પિન્ક સોલ્ટ, જરૂર મુજબ પાણી અને આઈસ ક્યુબ
''શેતુર શરબત'' મેથડ : સૌ પ્રથમ ફ્રેશ 2 મૂઠી શેતુર લો, તેમાં પિન્ક સોલ્ટ અને ગુલકંદ ઉમેરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને સારી રીતે બ્લેન્ડ કરી લો. બ્લેન્ડ કર્યા ગ્લાસમાં આઈસ ક્યુબ નાખો.
હવે આ ફ્રેશ શેતુર શરબત એડ કરો. તેને શેતુરથી ગાર્નિશ કરો અને ચિલ્ડ ડ્રિંક ઇન્જોય કરો.