Summer Drink : ગરમીમાં પીવો ઠંડુ ''નો સુગર સમર એનર્જી ડ્રિંક'', વેઇટ લોસમાં થશે મદદરૂપ

May 13, 2024, 01:23 PM

ઉનાળામાં ફ્રેશ અને હેલ્થી ડ્રિંક બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. પરંતુ તે મોટેભાગે સુગર યુક્ત હોય છે પરંતુ તમે સમર (summer) માં સુગરયુક્ત ડ્રિન્કનું હેલ્થી વરઝ્ન શોધી રહ્યા છો? તો અહીં વાંચો.

શેફ મેઘનાએ તેની ઈન્ટાગ્રામમાં એક ખાસ સમર માટે ''નો સુગર સમર એનર્જી ડ્રિંક'' ની રેસિપી શેર કરી છે. આ ડ્રિંક માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય ફાયદા પણ પ્રદાન કરે છે. ડ્રિન્ક વેઇટ લોસ કરવામાં પણ મદદ કરશે.

''નો સુગર સમર એનર્જી ડ્રિંક'' રેસીપી

સામગ્રી : 6 કાજુ, 6 બદામ, 6 પિસ્તા, 4 ખજૂર, કેસર, 1/2 દૂધ

''નો સુગર સમર એનર્જી ડ્રિંક'' રેસીપી

મેથડ : કાજુ, બદામ, પિસ્તા, ખજૂર અને કેસર, આ બધું 1/2 કપ દૂધમાં બધું પલાળી દો.

''નો સુગર સમર એનર્જી ડ્રિંક'' રેસીપી

પલાળી તેને 3-4 કલાક માટે રેસ્ટ આપો, ત્યારબાદ એક બ્લેન્ડર જારમાં 1 કેળું લો (ઓપ્શનલ). તેમાં પલાળેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો.

ડ્રાયફ્રુટ્સ ઉમેર્યા બાદ તેમાં 2 ચમચી ઓટ્સ, થોડો બરફ અને 1 કપ દૂધ મિક્ષ કરો. પ્રોપર બ્લેન્ડ કરીને હવે તેને એક ગ્લાસમાં કાઢી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરો.