અસહ્ય ગરમીમાં પરસેવો વધુ થાય છે, તેથી બોડીને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે, અહીં ''ઓરેન્જ મોહિતો' ની રેસિપી શેર કરી છે,
''ઓરેન્જ મોહિતો'' ગરમીમાં તાજગી આપશે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરશે.
''ઓરેન્જ મોહિતો'' સામગ્રી : નારંગી, લીંબુના ટુકડા, ફુદીનાના પાન, પાવડર સુગર, બ્લેક સોલ્ટ, જીરા પાઉડર, ચાટ મસાલા, ડ્રિન્કીંગ સોડા.
''ઓરેન્જ મોહિતો'' મેથડ : સૌ પ્રથમ એક ગ્લાસમાં નારંગી, લીંબુના ટુકડા અને ફુદીનાના પાન એડ કરી સહેજ પીસી લો. ત્યારબાદ રસને બીજા ગ્લાસમાં ગળણી દ્વારા ગાળી લો.
હવે તેમાં બ્લેક સોલ્ટ, જીરા પાઉડર, ચાટ મસાલા, આઈસ ક્યુબ અને ડ્રિન્કીંગ સોડા ઉમેરો.
હવે આ ખાસ સમર ''ઓરેન્જ મોહિતો'' ડ્રિન્કને ઓરેન્જની સ્લાઈસ અને ફુદીનાના પાનની ગાર્નિશ કરી સર્વ કરો.