ઉનાળામાં અસંખ્ય મોસમી ફળો આવે છે. પરંતુ સામાન્ય રીતે, કેરી, તરબૂચ, શક્કર ટેટી વગેરેનું સેવન વધારે થાય છે.
3 કપ પાણી, 1 ટીસ્પૂન બ્લેક સોલ્ટ, 1 ટીસ્પૂન જીરું પાવડર, 2 ટીસ્પૂન આમચૂળ પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1/2 કપ ગોળ
સૌ પ્રથમ ફાલસાને સારી રીતે ધોઈને સાફ કરી લો, ત્યારબાદ એક વાસણમાં પાણી ગરમ કરો એમાં ફાલસા નાખો અને ઉકાળો.
ત્યારબાદ એમાં બ્લેક સોલ્ટ, જીરું પાઉડર, આમચૂળ પાવડર અને મીઠું અને ગોળ નાખો. પ્રોપર કુક થવા દો.
ફાલસા સારી રીતે કુક થઇ જાય એટલે ગેસ બંધ કરી ફાલસાને ઠંડા થવા દો, હવે ફાલસામાંથી શરબત ફાલસાના પલ્પને હાથથી દબાવી ચાળણીથી ગાળી લો.
હવે એક ગ્લાસમાં જ્યુસની સાથે બરફના ટુકડા ઉમેરો, ફુદીનાના પાન ઉમેરો, પાણી ઉમેરો અને સરબતને ઠંડો ઠંડો સર્વ કરો.